વાગરા રેલ્વે મથકના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મરમાંથી આગનું તણખલું ઉડતા આગ આસપાસના ઝાડી ઝાંખરામાં પ્રસરી હતી. આગ વધુ પ્રસરે તે પહેલા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના ફાયર બ્રિગેડ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી. સમયસૂચકતા વાપરી ફાયર બ્રિગેડનો સહારો લેતા તાત્કાલિક આગ પર કાબુમાં લેવાતા મોટું નુકશાન અટક્યું હતું. આગની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.
Advertisement