પંચમહાલ જીલ્લામા હાલ લોકડાઉનનો માહોલ છે.પોલીસ વિભાગ લોકડાઉનનો અમલ કરાવી રહ્યો છે.ત્યારે એક બાજુ હવે લોકડાઉનનો તસ્કરો ફાયદો ઉઠાવીને ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે.શહેરા તાલુકાના હોસેલાવ ગામે આવેલી કરિયાણા અને મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવીને માલમત્તા ઉઠાવી ગયા હતા.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોચી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જીલ્લામાં લોકડાઉનમા પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે.ત્યારે જીલ્લાના શહેરા તાલુકાના હોસેલાવ ચોકડી પાસે આવેલી બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી.હાલ લોકડાઉન ચાલુ હોવાથી અનાજ કરિયાણાની જીવન જરૂરિયાતોની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ છે.હોસેલાવ ચોકડી પાસે ભુપતભાઈ બારીયા વર્ષોથી કરિયાણાની દુકાન ચલાવે છે.આજે સવારે તેઓ તેમની દુકાને આવ્યા તો દુકાનના શટલના તાળા તૂટેલા હતા અને દુકાનમાથી મોટા ભાગનો સામાન ચોરી થયેલ હતો.
નવાઈની વાત એ છે કે તસ્કરો દુકાનમાં લગાવેલ સીસીટીવીનુ ડીવીઆર પણ ચોરી ગયા હતા.ત્યારે આ દુકાનની બાજુમા આવેલી પવનપુત્ર મોબાઈલ શોપ દુકાનમાંથી 45 જેટલા મોબાઈલ,ATM પોસ મશીન,પ્રિન્ટર,DVR, અને કોમ્પ્યુટર સેટ,આવી અનેક વસ્તુઓને તસ્કરોએ ઉઠાતરી કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ રાજુ સોલંકી