હાલ કોરોના વાઇરસને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી જિલ્લો છે અહીં નાના ગામનાં આદિવાસી પરિવારો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે લોકડાઉનના કારણે નાના ધંધા,મજૂરી બંધ થતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવા ગરીબોના વ્હારે આવી છે અને રોજ તેમને જમવા તેમજ અનાજ સહિતની ચીજ વસ્તુઓ પહોંચાડી રહી છે. ત્યારે રાજપીપળાનાં ટાઉન પી.આઈ. આર એન રાઠવાએ “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરી છે. પી.આઈ. આર. એન રાઠવા નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા જુનારાજ ગામની વિધવાઓને વ્હારે આવ્યા છે. તેમણે નિઃસહાય વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ કરી માનવતા મહેકાવી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement