Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩.૩૪ લાખ મહિલા બચત ધારકોનાં જનધન ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૧૬ કરોડથી વધુની ઘનરાશિ જમા.

Share

નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને દેશમાં ફેલાતી રોકવા તમામ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપાર, ધંધા અને આવકના સ્ત્રોત બંધ છે ત્યારે ગરીબ વર્ગને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવા જ અન્ય એક પગલામાં મહિલાઓને રાહત મળે તેવા આશ્રયથી ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જનધન ખાતું ધરાવતી મહિલાઓના બચત ખાતામાં રૂા.૫૦૦ ની રકમ ત્રણ મહિના સુધી જમા કરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં કુલ ૩,૩૪,૪૧૧ જેટલા મહીલાઓના જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે. જેમાંથી મહિલા ખાતા ધારકોના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીએ આ અંગે લીડ બેંકના મેનેજરશ્રીના માધ્યમથી તમામ સદસ્ય બેંકો દ્વારા આ રીતે જમા થયેલી રકમ મહિલા ખાતા ધારકો હાલના સંજોગોમાં ભીડભાડ વગર અને કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાઓ પાળીને ઉપાડી શકે એવી સુચારુ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. કોરોના કટોકટીને અનુલક્ષીને કરવામાં આવેલા ભારત સરકારના આ વિશેષ આયોજન હેઠળ અત્યાર સુધીમાં એપ્રિલ મહિનાની સહાયના રૂપમાં પંચમહાલ જિલ્લાની પી.એમ.જનધન મહિલા ખાતેદારોના ખાતામાં રૂ.૧૬.૭૨ કરોડ જેટલી જંગી રકમ જમા થઈ ચૂકી છે. મહિલા ખાતા ધારકોમાં સૌથી વધુ બેંક ઓફ બરોડામાં ૧.૭૪ લાખ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ૧.૦૬ લાખ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ૨૦,૫૫૮, અલ્હાબાદ બેંકમાં ૫,૧૮૪, સેન્ટ્રલ બેંકમાં ૬,૪૪૨, કોર્પોરેશન બેંકમાં ૨,૯૮૩ સહિત જિલ્લાની ૨૨ બેંકના કુલ ૩.૩૪ લાખ ખાતાઓમાં આશરે ૧૬ કરોડ ૭૨ લાખથી વધુની રકમ જમા કરવામાં આવી છે. મહિલાઓ પોતાના એ.ટી.એમ., બેંકમાંથી, બેંક મિત્ર કે પોસ્ટમાંથી આ નાણા ઉપાડી શકશે. આ જમા થયેલ રકમ ઉપાડવા વધુ પડતા લોકો એક સાથે ભેગા ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ તે માટે સરકારશ્રી દ્વારા રકમ ઉપાડવા માટે જુદા જુદા તબક્કાઓ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ વિભાગ તથા અન્ય સરકારી વિભાગો દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત : તક્ષશિલા કોમ્પ્લેક્ષની ગોઝારી આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા સંચાલિત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવને લઇને કડક કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરપાસે ના નેશનલ હાઇવે નંબર 8 ની બાજુમાં આવેલ  અંસાર માર્કેટમાંથી શહેર પોલીસે વિદેશીદારૂના જથ્થા સાથે 2 બુટલેગરો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

ProudOfGujarat

પાલેજ નજીક આવેલ ફલાયઓવર બ્રિજ નીચે એક માનવીનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!