Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં લોકડાઉનનાં કડક અમલ માટે તંત્રની કવાયત.

Share

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જણાતા દેશમાં લોકડાઉનના સંપૂર્ણ અમલ મ‍ાટે કડક કાર્યવાહી કરવાની નોબત આવી છે.૨૧ દિવસનાં દેશવ્યાપી લોકડાઉનમાં પણ કેટલાક ઇસમો તેને લગતા જરૂરી નિયમોનું પાલન કરવામાં ઉણા ઉતરતા હોઇ,તંત્રએ ના છુટકે કડક કાર્યવાહી કરવાની ફરજ પડે છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં આજે ગ્રામ પંચાયત દ્વારા નગરમાં રીક્ષા ફેરવીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવાની સુચના આપવામાં આવી હતી.કોઇ વ્યક્તિ બહારથી એટલે કે અન્ય જિલ્લાઓ કે શહેરોમાંથી આવી હોય તો તેની જાણ પંચાયત તેમજ પોલીસને કરવી,સવારે આઠ થી બારના સમય દરમિયાન આવશ્યક વસ્તુઓ ખરીદવા અપાતી છુટ દરમિયાન પોતાનું વાહન બજારની બહાર મુકીને પગે ચાલીને ખરીદી કરવા જવું,અનાજ કરિયાણું શાકભાજી વગેરે જેવી આવશ્યક વસ્તુઓની દુકાનો કે લારી ગલ્લા પર ખરીદી માટે આવતા ગ્રાહકોએ એકબીજાથી જરૂરી અંતર જાળવવું તેમજ જેતે વેપારીઓએ પણ આ બાબતની તકેદારી રાખવી,આવશ્યક વસ્તુઓ વેચતા વેપારીઓએ નિયત બજારભાવ કરતા વધુ ભાવ લેવા નહિ તેમજ ગ્રાહકોએ પણ પોતે વસ્તુઓના ચુકવવાના ભાવ બાબતે સજાગ રહેવું, વગેરે બાબતો લોકડાઉનના કડક અમલ માટે જરૂરી હોઇ,ગ્રામ પંચાયત દ્વારા નગરમાં રીક્ષા ફેરવીને સુચનાઓ જારી કરી હતી.વધુમાં જણાવાયા મુજબ નિયમોનો ભંગ કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના પ્રતિનચોકડી પાસે આવેલા સાંઈ ગોલ્ડન એપાર્ટમેન માં રહેતા મુસ્લીમ પરીવાર ના ઘર ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

અનુષ્કા-વરૂણે અમદાવાદમાં ચલાવી સાઇકલ, સેલ્ફી માટે ચાહકોની પડાપડી…

ProudOfGujarat

વરસાદી આફત -અંકલેશ્વર માં વૃક્ષ ધરાસાઈ થયા બાદ વીજ પોલ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!