સુરતમાં હાલ તો કોરોના વાઇરસનાં પગલે વધતાં જતાં પોઝિટીવ કેસ અને એક વ્યક્તિનાં મોત બાદ સુરતમાં સુરતમાં ધારા-144 અને લોક ડાઉનનાં નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં લિંબાયત વિસ્તારમાં આજે લોકો બેંકો ઉપર ખાતામાંથી રૂપિયા ઉપાડવા ઉમટીયા હતા અને લોકોએ સોશિયલ ડિસ્ટન્સની એસી તેસી કરી નાંખી હતી. કેટલાંક લોકો બિનજરૂરી ફરતા નજરે પડયા હતા. આ વાતની જાણ પોલીસ કમિશનરને થતાં પોલીસ સ્ટાફ આવતા તેઓ ચોંકી ઉઠયા હતા. પોલીસ કમિશનરે લોકોને સમજાવ્યા હતા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.
Advertisement