Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ એપની મદદથી હોમ ક્વોરેન્ટાઈનની સૂચનાનાં પાલન અંગે ચકાસણી કરાશે.

Share

પંચમહાલ જિલ્લામાં હવે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓ ઘરમાં જ રહેવા અંગેની સૂચનાનું પાલન કરે છે કે તેમ તે સુનિશ્ચિત કરવા કોવિડ-19 ટ્રેકર એપની પણ મદદ લેવામાં આવશે. હોમ ક્વોરેન્ટાઈનની સૂચના અપાઈ હોય તેવી વ્યક્તિએ 14 દિવસ સુધી પોતાના ઘરમાં જ રહી અન્ય વ્યક્તિઓથી સંપર્ક ટાળવાનો હોય છે, જેથી વાયરસનો ચેપ લાગ્યો હોય તો તે ચેપ અન્ય વ્યક્તિઓને ન લાગે. આ સૂચનાનો ભંગ કરવા બદલ સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલીટીમાં ખસેડવા સહિતના પગલા લેવાની જોગવાઈ છે. પંચમહાલ જિલ્લામાં હવે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓ ઘરમાં જ રહેવાની સૂચનાનું ચુસ્તતાપૂર્વક પાલન કરે છે કે કેમ તે ચકાસવા કોવિડ-19 ટ્રેકર એપનો ઉપયોગ કરવામાં આવશે. હોમ ક્વોરેન્ટાઈન થનારે પોતાના મોબાઈલમાં આ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તેમને અપાયેલા યુઝરઆઈડીનો ઉપયોગ કરી એપ્લીકેશનમાં સવારે 10 વાગ્યે અને સાંજે 9 વાગ્યે પોતાની સેલ્ફી અપલોડ કરવાની રહેશે. તે સાથે જ સવારે અને સાંજે તેમના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ધરાવતી એક પ્રશ્નોતરી પણ ઓનલાઈન ભરવાની રહેશે. આ ઉપરાંત, દર કલાકે પોતાનું જીપીએસ લોકેશન મોકલવું પણ ફરજિયાત છે. તંત્ર તરફથી હોમ ક્વોરેન્ટાઈન અંગે સૂચના અપાઈ છે તેવી દરેક વ્યક્તિએ આ એપ ફરજિયાત રીતે ડાઉનલોડ કરીને સહયોગ આપવાનો રહેશે. હોમ ક્વોરેન્ટાઈનની ચકાસણી કરતી ક્યુએસટી ટીમો આ બાબત સુનિશ્ચિત કરશે. જિલ્લામાં અત્યાર સુધી 1216 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 958 વ્યક્તિઓએ તેમનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને બાકીના 258 લોકો હજી હોમ ક્વોરેન્ટાઈન છે. જિલ્લામાં કોરોનાનો 1 કેસ પોઝિટીવ મળ્યો હતો, જેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાફસફાઈ મુદ્દે નાંદોદના ધારાસભ્યએ પાલિકાને પત્ર લખવો પડયો.

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ભરથાણા ટોલનાકા નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો.

ProudOfGujarat

જૂનાગઢમાં ઈમારત ધરાશાયીમાં પતિ અને બે દીકરાના મોત થતાં પત્નીએ પણ કર્યો આપઘાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!