સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના વાઇરસના પગલે ભયનો માહોલ સર્જાયો છે ત્યારે કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે ગોધરા તાલુકામાં આવેલ જોડકા, રામપુરા, વેરૈય વટલાવ વગેરે ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા ગામમાં સેનેટાઈઝનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી છે અને કોરોના વાઇરસ સામેની લડતમાં ગ્રામજનોએ લોકડાઉનનું પાલન કરવા તાકીદ કરાઈ છે. ગોધરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં આસપાસમાં આવેલ ગામોમાં લોક ડાઉનનું સખ્તાઈપૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે. ગોધરા તાલુકામાં આવેલ જોડકા, રામપુરા, વેરૈય વટલાવ વગેરે ગ્રામ પંચાયતો દ્વારા દવાનો છંટકાવ સેનેટાઈઝ કરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે કનુભાઈ વજેસિંહ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા કોરોના વાઇરસ માત્ર સંક્રમિત હોવાથી લોક ડાઉન એક જ માત્ર બચાવ માટેનો વિકલ્પ છે તેમજ ગ્રામજનો લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરે અને પોતાના ઘરમાં સુરક્ષિત રહે તે માટેની અપીલ પણ કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા તાલુકાનાં જોડકા ગ્રામપંચાયત દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું.
Advertisement