Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનની સ્થિતીમાં ગાંધીનગરમાં ૧૫૦ થી વધુ લોકોને યુવાનો દ્વારા ટીફીન સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

Share

કોરોના મહામારીના સંક્રમણની કપરી પરિસ્થિતિ વચ્ચે જ્યારે દેશવ્યાપી “લોકડાઉન” ચાલી રહ્યું છે ત્યારે અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ નિઃસ્વાર્થ ભાવે જનસેવામાં અવિરત કાર્યરત રહીને નિઃશુલ્ક રીતે ભોજનસેવા પ્રદાન કરી રહ્યા છે.લોકડાઉનના સમયગાળા દરમિયાન ગાંધીનગર મુકામે બહારથી આવેલ વિદ્યાર્થીઓ, નોકરી કરતા વ્યક્તિઓ અને અન્ય નાગરિકો કે જેઓ ભોજન બનાવવા અને મેળવવામાં અસમર્થ છે તેવા વિદ્યાર્થીઓ તથા વ્યક્તિઓને સમયસર ભોજન મળી રહે તેવા સેવાભાવના હેતુ સાથે સામાજિક કાર્યકર્તા અને સાહસિક યુવક સત્યદીપસિંહ પરમાર અને તેમના સાથી મિત્રો દ્વારા દરરોજ સવાર સાંજ ૧૫૦ થી વધુ ટીફીનની સુવિધા પ્રદાન કરી સેવાનું આ કાર્ય ઉમદા કરવામાં આવે છે. યુવાનો દ્વારા કરવામાં આવી રહેલ સેવા યજ્ઞની અનેક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

ગોધરા સરકીટ હાઉસ ખાતે દલિતસેના ગુજરાતના પ્રભારીના વરદ્ હસ્તે પંચમહાલના શિક્ષકને ” ડો.ભીમરાવ આંબેડકર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચ : આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણ બાબતના ઝઘડામાં વચ્ચે પડનાર યુવકની હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!