તાજેતરમાં કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાયો છે.ત્યારે શહેરો અને ગામડાઓ દરેક સ્થળોએ નાગરીકોને કોરોનાથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી આપવી જરૂરી ગણાય.ઝઘડીયા તાલુકાના ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નર્મદા કાંઠા વિસ્તારના જુની તરસાલી ગામે ગ્રામજનોને કોરોનાનાં સંભવિત સંક્રમણથી બચવા અંગેની જાણકારી આપી હતી.આરોગ્ય ટુકડીએ ગ્રામજનોને વિવિધ તકેદારી રાખવાની સલાહ આપી.જેમાં વારંવાર સાબુથી હાથ ધોતા રહેવું, કોઇ વ્યક્તિ બહારના અન્ય સ્થળોએથી આવે ત્યારે પોલીસ અને આરોગ્ય વિભાગને તેની જાણ કરવી,કોઇને મળતી વખતે ઓછામાં ઓછુ એક મીટરનું અંતર જાળવવું,ખાંસી અને છીંક વખતે મોં પાસે રુમાલ રાખવો, ખાસ કામ વીના બહાર જવાનું ટાળવુ,અને બહાર જવાનું થાય તો માસ્કનો અવશ્ય ઉપયોગ કરવો,પોલીસ અને આરોગ્ય વિભાગને સહકાર આપવો, છુટના સમયે બજારમાં ખરીદી કરતી વખતે ગ્રાહકોએ સંયમ જાળવીને એકબીજાથી અંતર રાખવું, વગેરે જેવી જરૂરી બાબતો આજે કોરોના ગ્રસ્ત માહોલ વચ્ચે જાળવવી અનિવાર્ય છે.ત્યારે આરોગ્ય ટુકડી દ્વારા જુની તરસાલી ગામે ગ્રામજનોને કોરોનાથી બચવા અંગે હેલ્થ એજ્યુકેશન આપીને કોરોના પ્રત્યે સજાગ બનાવાયા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.