નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરમાં કોરોના વાઇરસને લઈને લોક ડાઉન ચાલી રહ્યું છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા ગરીબ લોકોનાં જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલાં ખાતાઓમાં રૂપિયા 500 નાંખવામાં આવતાં પ્રજા બેંકો આગળ તાપ તડકામાં વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા રહીને પાંચસો રૂપિયા મેળવવા પડાપડી કરી રહી છે. ત્યારે બીજી તરફ પ્રજાનાં જન આરોગ્યની સુખાકારી માટે રાત-દિવસ ખડે પગે ફરજ બજાવતા નેત્રંગ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ તેમજ સ્ટાફ દ્વારા બળ પ્રયોગ કર્યા વગર પ્રજાને પ્રજાનાં હિતમાં અને જાહેરનામાનો અમલ કરવવાનાં શાંતિપૂર્ણ પ્રયત્નો નિષ્ફળ નિવડી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરમાં કોરોના વાઇરસને કારણે 21 દિવસનો લોક ડાઉન ચાલી રહ્યો છે તેવા સંજોગોમાં સરકાર દ્વારા ગરીબ લોકો માટે ખોલવામાં આવેલ જનધન યોજના હેઠળનાં ખાતાઓમાં પાંચસો રૂપિયા જમા થયા હોય તો તેને ઉપાડવા વહેલી સવારથી જ બેંક ખાતા ધારકો તાપ તડકામાં વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહી જાય છે. ખાતા ધારકો માટે બેંકો દ્વારા છાંયડા માટે કોઈ મંડપની વ્યવસ્થા નથી મળતી કે પીવાનાં પાણીનો કોઈ બંદોબસ્ત. પ્રજા પાંચસો રૂપિયા મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભી રહીને હેરાન પરેશાન થઈ રહી છે. જયારે મહામારી ફેલાવનાર કોરોના વાઇરસને લઈને સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામાનો અમલ આમ જાણતા પોલીસનાં બળ પ્રયોગ વગર શાંતિપૂર્ણ રીતે પોતાનાં તેમજ અન્યનાં જન આરોગ્યની સુખાકારી માટે કરે તે માટે નેત્રંગ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ તેમજ પોલીસ મિત્રો કરી રહ્યા છે. તેમ છતાં પણ તેનો અમલ પ્રજા તેમજ દુકાનદારો દ્વારા કરવામાં નહીં આવતાં પોલીસ તંત્ર પણ પોકારી ઊઠયું છે.
નેત્રંગની બેંકોમાં જનધન યોજનાનાં રૂ.500 મેળવવા લોકોની લાઈનો લાગી.
Advertisement