હાલ કોરોના વાઇરસની મહામારીમાં પ્રસાશન દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. હાલ મોટા શહેરોમાં કોરોનાનાં પોઝિટિવ કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હાલ નર્મદા જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ એકપણ કેસ નથી ત્યારે હાલ કાળજી રાખવી ખૂબ જરૂરી છે લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટનસિંગ રાખવું પણ ખૂબ જરૂરી બની રહે છે. રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. પોસ્ટ ઓફીસમાં આવેલ મહિલાઓ અને અન્ય લોકો બે ફિકર થઈ એક બીજાને અડીને કતારોમાં ઉભી જોવા મળી હતી. ત્યારે આટલી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ ??? એ પણ એક મોટો પ્રશ્ન છે. ઉપરાંત પોસ્ટ ઓફીસનાં તંત્રની પણ લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ રાખવા જવાબદારી છે પણ જાણે નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ન હોવાથી લોકો બિન્દાસ્ત હોય તેમ લાગી રહ્યું છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી