કોરોના વાઈરસના પ્રકોપને લઈને પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ૫ મી એપ્રિલ ૨૦૨૦ ને રવિવારના રોજ રાત્રે નવ કલાકે દિવા પ્રગટાવવાનું આહવાન કરવામાં આવતા નેત્રંગ ગામ સહિત ગામભરની આમ જનતા સવારથી જ રાત્રીના નવ વાગ્યાનાં ઇન્તજારમાં જોવા મળી હતી. રાત્રીનાં નવ વાગ્યાં પહેલા લોકોએ પોતપોતાનાં ઘરે દિવા,મીણબત્તીઓ, મોબાઈલની ફ્લેશ પ્રગટાવવાની તૈયારીઓ કરી દીધી હતી. નવ વાગ્યાંનાં ટકોરે ઘરે ઘરે લાઈટ બંધ કરી ગામભરનાં ઘરે ઘરે દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. આટલું જ નહિ પણ લોકો દ્વારા ફટાકડાં પણ ફોડવામાં આવ્યાં હતાં. તેની માટે ગામભરમાં ફટાકડા ફોડવાની જાણે રમઝટ જામી હતી. નેત્રંગમાં આવેલ હરિધામનાં પૂ.ભક્તિવલ્લભ સ્વામીએ પણ દિવા પ્રગટાવી કોરોનાનાં સંકટથી આખુંય વિશ્વ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે દરેક ફળીયામાં “ભારત માતા કી જય,વંદેમાતરમનાં સતત જય ઘોષ ફળિયે ફળિયે ગુંજતો રહ્યો હતો. ચૈત્ર માસ હોવા છતાં પણ ૫ એપ્રિલનો રાત્રીનો નવ વાગ્યાનો સમય દિવાળીનાં મોહોલમાં બદલાઈ ગયેલ હતો. કોરોના પ્રકોપમાં પણ જનતા કરફ્યુ, થાળી વગાડવાનું,શંખનાદ કરવાનું,તેમજ દિવા પ્રગટાવવાની વડાપ્રધાન મોદીજીની સુંદર પહેલને એક જ અવાજે આખા દેશે વધાવી લેતા એ વર્ષો સુધી લોક માણસ પર યાદગાર બની રહેશે.
નેત્રંગ ગામ સહિત ગામભરમાં પ્રધાનમંત્રીનાં આહવાને દિવા ઝળહળ્યા.
Advertisement