ગોધરા તાલુકાનાં ભામૈયા ગામે લાકડાનો હાથો બનાવી હેન્ડપંપની સાંકળ સાથે બાંધી પાણી ઉલેચી રહ્યાનો અહેવાલ પ્રાઉડ ઓફ ગુજરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને પગલે હરકતમાં આવેલા તંત્ર દ્વારા હેન્ડપંપમાંથી લાકડાનો હાથો દૂર કરી હેન્ડપંપમાં મોઢીયું બેસાડી મરામત કરવામાં આવી હતી. ગોધરા તાલુકાનાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ભામૈયા ગામના ઇન્દિરા આવાસ ફળિયામાં છેલ્લા બે વર્ષથી લાકડાના હાથાનો ઉપયોગ કરી હેન્ડપંપમાંથી પાણી પીવામાં આવતું હતું જેનાં કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવતા હતા. અવાર નવાર સરપંચને જાણ કરવા છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપતા ન હતા જેની ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી. જેથી ખાડી ફળિયા વિસ્તારના નવયુવાનોની મદદથી અને પ્રાઉડ ઓફ ગુજરાતના પ્રતિનિધિનાં સંપર્કથી તાત્કાલીક અસરથી હેન્ડપંપમાં લાકડાનાં હાથાનો ઉપયોગ કરી પાણી ઉલેચવામાં આવે છે તેવો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેની અસરથી ભામૈયા ગામમાં જવાબદાર તંત્ર દ્વારા ગામની મુલાકાત લઈ લાકડાના હાથાનો ઉપયોગ કરી હેન્ડપંપમાંથી પાણી પીવામાં આવતું હતું જેને તાત્કાલિક અસરથી હેન્ડપંપમાંથી લાકડાનો હાથો દૂર કરી તેમાં મોઢીયું બેસાડી હેન્ડપંપને કાર્યરત કરવામાં આવ્યો હતો. જેથી ભામૈયા ગામનાં ગ્રામજનો દ્વારા પ્રાઉડ ઓફ ગુજરાતનો આભાર માન્યો હતો.
રાજુ સોલંકી ,પંચમહાલ
પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસર ભામૈયા ગામમાં તૂટેલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યો.
Advertisement