હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસના પગલે લોક ડાઉન થવાથી લોકો ઘરની બહાર નીકળી શકતાં ન હોવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા જમવાનું અને રાશન પહોંચાડી સેવા કરી રહી છે.
ત્યારે સરકારશ્રી ની અન્ન બ્રહ્મ યોજના દ્વારા જે શ્રમિક લોકો છે અને બહાર ગામથી આવીને મજૂરી કરી ગુજરાન ચલાવે છે તેવા લોકો રેશન કાર્ડ ધરાવતાં નથી તેવા લોકોને પણ અનાજ મળી રહે તે હેતુથી સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલના વરદ હસ્તે હાંસોટ તાલુકાના ખરચ ગામે ફુડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આખા હાંસોટ તાલુકામાં દરેક ગામમાં રેશનકાર્ડ ન ધરાવતા શ્રમિકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ ફુડ બાસ્કેટ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે નાયબ કલેકટર મિતેશ પટેલ, સર્કલ ઑફિસર ભરત પટેલ, સરપંચ અર્જુન વસાવા અને ડેપ્યૂટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement