પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને માત આપવા અને ફેલાવો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ૨૧ દિવસ માટે લોકડાઉન કરી દેવાનો મહત્વનો નિણૅય કરાયો છે,અને દેશવાસીઓને ઘરના બહાર કે જાહેરસ્થળો ઉપર જવાનું ટાળવું,હાથને વારંવાર સાબુથી ધોવા,મોઢા ઉપર માસ્ક પહેરવું,અન્ય વ્યક્તિ સાથે ૧ મીટરનું અંતર રાખવું જેવા સુચનો કરાયા છે,અને ૫ એપ્રિલના રાતના નવ વાગ્યે નવ મિનીટ સુધી ઘરની તમામ લાઇટો દુર કરીનેે ઘરની બહાર દીપ પ્રગટાવો,મોબાઇલની ટોચૅ ચાલુ કરવી અને મીણબત્તી સળગાવી જેવી પહેલ કરવામાં આવી હતી,જેના ભાગરૂપે નેત્રંગ તાલુકાભરના લોકોએ સ્વયંભુ પોતાના ઘરની લાઇટો બંધ કરીને હાથમાં દીવો કે મીણબત્તી લઇને ઉભા રહી ગયા હતા,અને કોરોના વાઇરસ વહેલી તકે નષ્ટ-નાબુદ થાય અને ફેલાવો અટકે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી,જે દરમ્યાન જાહેરસ્થળો ઉપરની સ્ટ્રીટલાઇટ અને ઘરની લાઇટો બંધ થતાં તાલુકાભરમાં અંધારપટ છવાય જવાની સાથે દીપ પ્રજ્વલિત થતાં અદભુત દ્રશ્યો સજૉયા હતા,વૈશ્વિક મહામારી કોરાના વાઇરસના સામે પ્રધાનમંત્રીની પહેલનો આવકાર આપ્યો હતો.
નેત્રંગમાં તાલુકાભરનાં લોકોએ ઘરની બહાર દીપ પ્રગટાવ્યા હતા.
Advertisement