Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ અત્યાર સુધી ૨૩૭ લોકો સામે ફરિયાદ

Share

સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં રાજ્ય સહિત જિલ્લાભરમાં કેટલાક લોકોમાં ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે કડક અમલ વચ્ચે પણ લોકો હજુ પણ બહાર નીકળી રહ્યા છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામા આવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના રેન્જ નાયબ પોલીસ મહાનિર્દેશક એમ એસ ભરાડા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક આર આઈ દેસાઈ લોકડાઉનની સખ્ત અમલવારી માટે (ઉડતીઆંખ) ડ્રોનની મદદથી બહાર નીકળતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને જાહેરનામાનાં ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. મળતી માહીતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તાલુકાઓમાં લોકડાઉન ના પ્રથમ દિવસથી આજ દિન સુધી જાહેરનામાનો ભંગ કરનાર, અનઅધિકૂત ભેગા થયેલ અને જાહેરમાં પાન બીડી ની દુકાન ચાલુ રાખનાર સહિત કુલ ૨૩૭ શખ્સોની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે ત્યારે એ અને બી ડિવીઝન પોલીસ સ્ટાફ એલસીબી પોલીસના પીઆઈ ડી એન ચુડાસમા, પીઆઈ એમ. કે. ખાંટ પીએસઆઇ એન.એમ.રાવત, ડી.જી. વહોનિયા, એલ.એસ.પટેલ અને શહેરા પોલીસ મથકના પીઆઈ એન.એમ.પ્રજાપતિ, પીએસઆઇ કે.પી.ઝાલા, જે.કે.ભરવાડ અને શહેરા પોલીસ સ્ટાફ ની ટીમ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી માટે સધન પેટ્રોલીંગ કરી રહ્યા છે.સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામા આવી રહ્યોછે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનાં કંપાઉન્ડ વોલનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભારત બંધનાં એલાનમાં ભરૂચની વડદલા APMC ચાલુ જયારે મહંમદપુરા APMC સદંતર બંધ જોવા મળી.

ProudOfGujarat

નેત્રંગ ખાતે એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનું અનુમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!