Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આહ્વાન અનુસાર કોરોના સામેની લડાઈમાં એકતાનો સંદેશો આપવા રાત્રીનાં નવ વાગ્યે દિપ પ્રકટાવવાની અપીલ કરતા જિલ્લા સમાહર્તાશ્રી.

Share

કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ભારત સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. સંક્રમણ ન થાય તે માટે આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ, ઉદ્યોગો-વ્યાપારી સંસ્થાનો બંધ રાખવામાં આવ્યા છે. કોરોના સામેની લડાઈ નિર્ણાયક મોડ પર છે ત્યારે હાલ પૂરતા ઘરોમાં એકલા રહેલા ભારતીયો આ લડાઈમાં એક સાથે છે અને હિંમત હાર્યા નથી તેવો સંદેશો આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને આવતીકાલે રાત્રે 9 વાગ્યે 9 મિનીટ માટે પોતાની બાલ્કની કે ધાબા પર આવી રોશની કરવાની અપીલ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે લોકડાઉનના 10 દિવસો પૂરા થઈ ચૂક્યા છે અને કોરોના સામેની લડાઈ સંવેદનશીલ તબક્કે છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીના આહવાહન અનુસાર આવતીકાલે રોશની કરવાથી આપણા સંકલ્પને વધુ મજબૂતી મળશે તેમજ આ લડાઈમાં સૌ સાથે છે તેવો વિશ્વાસ વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું હતું કે બાકીના દિવસો પણ જો આ જ રીતે શિસ્તતાપૂર્વક પૂર્ણ કરીશું તો કોરોના સામે આપણી સ્થિતિ ઘણી મજબૂત હશે. તેમણે જિલ્લાવાસીઓને વડાપ્રધાનશ્રીની અપીલ અનુસાર રાત્રિના નવ વાગ્યે નવ મિનીટ માટે અન્ય તમામ લાઈટ બંધ કરી દિવો, મીણબત્તી કે મોબાઈલ ટોર્ચથી રોશની કરીને સમગ્ર વિશ્નને કોરોના સામેની આ લડાઈમાં નવું જોમ ભરવા અપીલ કરી હતી. જો કે એ સાથે જ ઉત્સાહનો અતિરેક કરી લોકડાઉનનો ન ભંગ થાય કે ટોળા ભેગા થઈ કોરોના વાયરસના સંક્રમણનો ભય ઉપસ્થિત ન થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. ટ્યુબલાઈટ કે બલ્બ બંધ કરવાના છે, લાઈટથી ચાલતા તમામ સાધનો નહીં. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ ઘરમાં લાઈટના સોર્સ જેવા કે ટ્યુબલાઈટ અને બલ્બ બંધ કરીને બાલ્કનીમાં દીવો કે મોબાઈલની ટોર્ચ જલાવવાની અપીલ કરી છે, લાઈટથી (વિજળીથી) ચાલતા તમામ સાધનો નહી. જેથી ફ્રીજ, ટી.વી. પંખા ઓવન સહિતના તમામ સાધનો બંધ કરી દેવાની જરૂરી નથી. અન્ય સાધનો પણ એકસામટા બંધ કરી દેવાથી અને પછી એકસામટા ચાલુ કરવાથી સિસ્ટમમાં વોલ્ટેજનું મોટું ફ્લકચ્યુએશન નોંધાશે, જે ઘરના વીજ ઉપકરણો માટે હાનિકારક છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નેત્રંગ પોલીસે નોળીયા કંપનીમાં બાર પરીવારને અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

નવસારી : ધરમપુરી અને ઉનાઈના મકાનોમાં ગેરકાયદેસર રાખેલા એક્સપ્લોઝીવના જથ્થા સાથે બેની ધરપકડ, બે વોન્ટેડ

ProudOfGujarat

વલસાડ શહેરના રાજહંસ મલ્ટીપ્લેકસમાં ફ્રેન્ચ ફ્રાઇઝનું ફ્રાયર કેન્ટિનનો કામદાર ટોયલેટમાં ધોઈ રહ્યાનો વીડિયો વાઈરલ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!