સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે લોકોમાં દહેશત ફેલાઇ ગઇ છે જેથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે લોકોના ધંધા – રોજગાર પણ પડી ભાંગ્યા છે લોકો બેરોજગાર બન્યા છે જ્યારે ગરીબ મજુર વર્ગ ઘણી હાડમારી વેઠી રહ્યો છે. ત્યારે આમોદ પુરસા રોડ નવી નગરીમાં લોકો ભુખ્યા સૂઈ જતા હોય એવી વાત આમોદની મીડિયાના સુધી પહોંચતા તપાસ કરી તો જાણવા મળ્યું કે કેટલા ઘરો એવા છે કે જેઓ ભૂખ્યા સૂઈ જાય છે જેમને કોઈ સહારો નથી બેરોજગાર બનવાને કારણે જેઓ કોરોના વાઇરસથી નહિ પણ ભૂખથી મરી જાય એવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે તેવું જાણવા મળ્યું છે. આવા ગરીબ વર્ગ કોના સહારે રહેશે અને તે કોની ઉપર સહકારની અપેક્ષા રાખી બેસી રહેશે, આવી ગંભીર પરસ્થિતિમાં આ ગરીબ પરિવારો વચ્ચે કોણ દાનવીર આવી તેમની વહારે ઊભા રહી તેમને સહાય પૂરી પાડી તેમના પેટનો ખાડો પુરસે કે પછી આ લોકોને ભૂખ્યા જ દિવસો ગુજારવા પડશે ?
આમોદનાં પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગરીબ પરિવારનાં લોકોને ભુખ્યા સુવાનો વારો આવ્યો હોવાની બૂમો ઉઠવા પામી હતી.
Advertisement