વૈશ્વિક મહામારી કોરોનાનાં લીધે આખું ભારત લોક ડાઉનમાં છે તમામ લોકો કોરોના સામે એક થઈ લડત આપી રહ્યા છે. આ સમયનો સદઉપયોગ કરી પરિવાર સાથે ઘરમાં રહી બાળકોમાં રહેલી ઉર્જા, ટેલેન્ટને ઉજાગર કરવા તથા બાળકોને સમય આપી તેમની સાથે મિત્રતા કેળવવા માટે ખુબ ઉપયોગી સમય છે. કાયમી જીવનની ભાગદોડમાં વાલીઓ પોતાનાં બાળકોને પૂરતો સમય ન આપી શકતા અને તેમનામાં રહેલ ઉર્જા અને ટેલેન્ટનો ખ્યાલ રાખી શકતા ન હતા. આ સમયનો પૂરો ઉપયોગ કરી બાળકો સાથે મિત્ર બની તેમના ગમતા અગમતાની જાણ થાય જેથી તેમના ભવિષ્ય નિર્માણમાં સાચો માર્ગ બતાવી શકાય. આવો જ એક કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે. એક તરફ પિતા 24 કલાક પોલીસ નોકરીમાં જવાબદારી નિભાવી રહ્યા છે તેવામાં તેમનો પુત્ર આ લોક ડાઉનનાં સમયનો સાચો ઉપયોગ કરી પોતાની મનગમતી ઈચ્છાઓ અને ટેલેન્ટને બહાર કાઢી રહ્યો છે. ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારી પ્રદીપભાઇ મોગેનો યુવાન પુત્ર યશ પોતાના ફ્રી ટાઈમનો સદઉપયોગ કરી હારમોનીકા શીખી રહ્યો છે. શીખતાં શીખતાં તેને પહેલી ધુન વગાડી તેનો વિડીયો વાયરલ થયો છે. પિતા તરીકે પોતાના પુત્ર પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. જે રીતે આ એક યુવાન યશ મોગે પોતાના પડતર સમયનો કે લોક ડાઉનનો સાચો ઉપયોગ કરી પોતાની ખૂબી કે ટેલેન્ટ કે ઉર્જાને બહાર કાઢવા હારમોનીક વગાડવાનું શીખી રહ્યો છે. તે જ રીતે તમામ વાલીઓએ પોતાનાં બાળકને સમય આપી તેમનામાં રહેલી ખૂબી કે ઉર્જાને વિકસાવવામાં મદદરૂપ થાય અને લોક ડાઉનનો સાચો ઉપયોગ કરો તેવી પ્રાઉડ ઓફ ગુજરાતની નમ્ર અપીલ છે. ઘરમાં રહો સુરક્ષિત રહો.
ભરૂચનાં યુવાને લોક ડાઉનનાં સમયનો કઈ રીતે ઉપયોગ કર્યો જાણો !!
Advertisement