હાલમાં ચાલી રહેલા દેશ વ્યાપી લોકડાઉનમાં કેટલાક ખાનગી તબીબોના દવાખાના પણ બંધ હોવાની વાતો જણાય છે.ત્યારે રાજપારડી નગરમાં પણ મોટાભાગના ખાનગી દવાખાના લોકડાઉનના દિવસો દરમિયાન બંધ હોવાની વાતો જાણવા મળી છે.આ બાબતે કેટલાક નાગરીકો બંધ દવાખાનાઓના ફોટા સોશિયલ મિડીયામાં મુકી તેના અંગે કોમેન્ટ કરતા પણ જણાયછે.વધુમાં છે.વધુમાં જાણવા મળ્યા મુજબ કેટલાક નાગરીકોએ આ અંગે આગળ રજુઆત પણ કરી છે.ત્યારે રાજપારડીના કેટલાક ખાનગી તબીબોનો ટેલિફોનીક સંપર્ક કર્યો ત્યારે આ તબીબોએ જણાવ્યુકે કે ઓપીડીમાં આવતા દર્દીઓ સાથે તેમના બે ત્રણ સગા પણ હોય છે.દસ બાર જેટલા દર્દીઓ ભેગા થઇ જાય તો તેમની સાથેના અન્ય માણસોને લઇને ભીડ થઇ જાય છે.અને ઘણા દર્દીઓ અને તેમની સાથેના માણસોને કહેવા છતાં એકબીજાથી જરુરી અંતર જાળવતા નથી.હાલમાં કોરોનાનો માહોલ છે.દરેકે એકબીજાથી અંતર જાળવવાનું હોય છે.ત્યારે દર્દીઓ અને તેમના સગાઓના એકઠાં થવાથી આમાંથી કોઇ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયેલી હોય તો એનાથી અન્ય ઘણી વ્યક્તિઓ સંક્રમિત થઇ શકે.જ્યારે આ બાબતે જનતા એવી લાગણી રજુ કરે છે કે સવારે 8 થી 12 ના સમયગાળા દરમિયાન વિવિધ જીવનોપયોગી વસ્તુઓની દુકાનો પર પણ ઘણા માણસો ખરીદી કરવા આવતા હોય છે અને અત્યારે લોકોને તબીબી સેવાઓની ખાસ જરુર હોય છે.ત્યારે ડોકટરોએ પણ આ સમય દરમિયાન દવાખાના ખોલવા જોઇએ.રાજપારડી નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રુપે સરકારી દવાખાનું આવેલુંછે.અને છે અને અન્ય કેટલાક ખાનગી દવાખાનાઓ બંધ હોવાથી આ સરકારી દવાખાનામાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો જણાયછે.જોકે હાલમાં ચાલી રહેલા કોરોનાગ્રસ્ત માહોલમાં સરકારી મેડિકલ સ્ટાફે નગર અને અન્ય ગામોએ જરુરી તકેદારી માટે સર્વે જેવી કામગીરી પણ કરવાની હોય છે.ત્યારે લોકડાઉન જનતા અને બંધ ખાનગી દવાખાનાઓ બાબતે કોઇ સુખદ રસ્તો નીકળે એવી માંગ જનતામાં દેખાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.