Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં મોટામાલપોર ગામે સસ્તાં અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા મામલતદારને જાણ કરી હતી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોટામાલપોર ગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનના સંચાલક દ્વારા હાલમાં સરકારે વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉન પગલે ઘરમાં ૨૧ દિવસ રહેવાનું થતા મફત અનાજ આપવાની જાહેરાત કરતા મોટામાલપોર ગામે અનાજ વિતરણ શરૂ કરાયું હતું,

જેમાં દુકાનદારે ઘઉં, ચોખા અને ખાંડમાં 300 ગ્રામથી લઈ 5 કિલો જેટલું વજનમાં ઓછું આપતા ગ્રાહકોએ દુકાનદારને રજુઆત કરી હતી,ત્યારે દુકાનદારે તમારે લેવું હોય તો લો આમ જ ચાલશે આટલું જ ઓછું મળશે અમારે ઉપર આપવાના હોય છે આવો ઉધ્તાઇપૂવૅક જવાબ આપ્યો હતો,આ બાબતે ગ્રાહકોએ સરપંચને રજુઆત કરતાં તેણે નેત્રંગ મામલતદાર એલ.આર ચૌધરીને બોલાવી તપાસ કરાવતા ગ્રાહકોને વજનમાં અનાજ ઓછું આપ્યું હોવાનું જણાયું હતું.આથી મામલતદાર નેત્રંગએ પંચકયાસ જવાબો કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચને રીપોર્ટ કર્યો હતો,જેમાં મફત અનાજ વિતરણનું મોટામાલપોર ગામની સસ્તા અનાજની દુકાનમાં આજે ચાલુ કરતા દુકાનદારે બીપીએલ રેશનકાર્ડ ધારકોને ચોખા ૨૧ કિલોની જગ્યાએ ૧૮ કિલો,ઘઉં ૫૦ કિલો આપવાના હોય તો ૪૫ કિલો આપ્યા અને ખાંડ ૫ કિલો સરકાર તરફથી અપાતી હોય તો તેમાં ૪.૨૦૦ ગ્રામ ઓછી આપ્યાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

સુરતનાં ઉધના વિસ્તારમાં ભેજાબાજે તમાકુનાં ડુપ્લીકેટ પાઉચ બનાવી વેચાણ કરતાં 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ProudOfGujarat

લીંબડી ઉટડી રોડ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 9 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!