હાલમાં દેશમાં કોરોના (COVID-19) ની મહામારીથી મુશ્કેલીમાં છે અને આ મહામારીને આગળ પ્રસરતી અટકવવા માટે ભારત અસરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે, આ લોક ડાઉન દરમ્યાન શ્રી અભય ચુડાસમા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, પોલીસ અધિક્ષક ભરૂચ નાઓએ સુચના કરેલ કે, સરકારી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરાવવો તથા જરૂરીયાતમંદોની તમામ પ્રકારની મદદ કરવી જે અનુસંધાને શ્રી ડી.પી.વાઘેલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ, ભરૂચ માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ દિવસ રાત મહેનત કરે છે. તા.૨૨/૦૩/૨૦૨૦ થી લઇ આજ દિન સુધીના લોકડાઉન અંગેની ફરજ દરમ્યાન એટલુ ધ્યાન પર આવેલ કે, દહેજ વિસ્તરમાં ઘણા જ એવા નિરાશ્રિત મજુરો છે જે રોજનુ કમાઇને રોજ ખાતા હતા જેમની પાસે હવે ખીચડી ખાવાના પણ ફાંફા છે. જેના કારણે આવા મજુરો લોકડાઉન હોવા છતાં મજબુર થઇને પગપાળા વતનની વાટ પકડે છે. આવી પ્રવૃતિ ના થાય તેવા પ્રયત્નો કરવાનુ દહેજ પોલીસે નિર્ધાર કરેલ જેથી દહેજ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એ.સી.ગોહીલ તથા દહેજ પો.સ્ટે.ના સ્ટાફે ગરીબ લોકોની “સેવા” કરવાનુ મનોમન નક્કી કર્યુ જે અનુસંધાને દહેજ પો.સ્ટે.ના દરેક પોલીસે પોતાના ખિસ્સામાંથી યથા-યોગ્ય ફાળો આપી ૧૦૦ રાશનની કીટ બનાવડાવી દહેજ વિસ્તારના જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરેલ છે. જે એક કીટમાં એક વ્યક્તિને સાત દિવસનુ જમવાનુ બની શકે છે. આ સિવાય અટાલી ગામના આગેવાનો તથા જોલવા ગામના આગેવાનો સાથે મળી પરપ્રાંતિય લોકોને ફુડ પેકેટનુ વિતરણ પણ કરેલ છે.આમ દહેજ પોલીસે 24X7 લોકોની સુરક્ષા તથા શાંતિ જાળવી રાખી જરૂરીયાતમંદ લોકોની સેવા કરી ગુજરાત પોલીસના સ્લોગન “સેવા સુરક્ષા શાંતિ” ને બિલકુલ સાર્થક કર્યુ છે. અને આગળ જરૂર જણાયે આવા જરૂરીયાતમંદ લોકોનો સહારો બનવા માટે દહેજ પોલીસની ટીમ ખડે પગે તૈયાર છે.
સેવા સુરક્ષા શાંતિ એ જ અમારો ધર્મ : ભરૂચ પોલીસ.
Advertisement