માંગરોળના પીપોદરા ખાતે પરપ્રાંતીય લોકોને વ્હારે આવ્યા સેવાભાવી સંસ્થા ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી 500 થી વધુ પરપ્રાંતીય કામદારો જરૂરિયાત મંદોને ભોજન આપ્યા છે.
તેમજ જરૂરિયાત મંદોને વિના મુલ્યે ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસ અને દેશમાં આપેલ 21 દિવસ લોકડાઉનને પગલે સૌથી વધુ મુશ્કેલીમાં મુક્યો હોય તો શ્રમજીવી અને પરપ્રાંતીય કામદાર વર્ગ લોકડાઉનને પગલે ધંધા રોજગાર ઠપ થઇ જવા પામ્યા છે જેને લઈ શ્રમજીવી કામદાર વર્ગ હાલાકી ભોગવી રહ્યો છે. જોકે આવા જરૂરિયાત મંદોની વ્હારે સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો આવ્યા છે. માંગરોળના પીપોદરા વિસ્તારમાં ફેક્ટરી બંધ થવાના કારણે પરપ્રાંતીય લોકોની સહાય બન્યા છે ઘણા ફેક્ટરી માલિકો બહારગામ ચાલ્યા ગયા છે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. ત્યારે પીપોદરા ગામના ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 500 થી વધુ કામદારોને વિના મુલ્યે ભોજન પૂરું પડવામાં આવી રહ્યું છે. ખાસ વ્યવસ્થામાં લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.
માંગરોળનાં પીપોદરા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500 થી વધુ પરપ્રાંતીય કામદારોને જરૂરિયાત મંદોને ભોજન કરાવવામાં આવ્યું.
Advertisement