કોરોનાના હાહાકાર વચ્ચે લોક ડાઉનની સ્થિતિને લઇ મધ્યમ અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે જેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વસતા અંતરિયાળ વિસ્તારના લોકો હાલ દયનિય સ્થિતિમાં મુકાયા છે,જે બાબતને ધ્યાનમાં લઈને આત્મીય ગ્રીન સ્કૂલના અગ્રણી પ્રવીણભાઈ કાછડિયાએ અંતરિયાળ વિસ્તારના લોકોના પડખે ઉભા રહ્યા છે અને માચીસથી શરૂ કરી ઘર જરૂર આવતી સમગ્ર સામગ્રીની 100 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે
જે કિટો ડેડીયાપાડા તેમજ સાગબારાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્રણી પ્રવીણભાઈ કાછડિયા દ્વારા લોકડાઉનની સ્થિતી વચ્ચે સતત સેવા કીય કાર્ય કરી રહ્યા છે જેમાં દરરોજ 100 કી.લો ગાંઠિયાનું વિતરણ તેમજ શ્રમિકો માટે ચંપલ અને જમવાની વ્યવસ્થાથી લઇ તેમોના વતન સુધી મોકલવા માટેની વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે સેવાકીય બાબતોને હાલ લોકો પણ વખાણી રહ્યા છે.
રામજન્મ જયંતિ અને હરિ જયંતિ નિમિત્તે આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વરના અગ્રણી પ્રવીણભાઈ કાછડિયા દ્વારા એક ફેમિલમાં પાંચ વ્યક્તિ 21 દિવસ સુધી જમી શકે તે પ્રકારની 100 જેટલી કીટ તૈયાર કરી હતી.
Advertisement