Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન પુરૂ પાડતા શિક્ષક ઇમરાન શેખ

Share

ચીનના વુહાનથી  શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પોતાનો કેર વર્તાવી રહ્યો છે. કોરોનાના આ સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉન (lockdown) દરમિયાન શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે . જેથી શાળામાં વિદ્યાર્થીઓ જઈ શકતા નથી. વધુ લાંબા વેકેશનના કારણે બાળકોના  અભ્યાસનો મહાવરો અટકી ન જાય તે માટે સરકારે પણ ટીવીના માધ્યમથી અભ્યાસ કરવાની જાહેરાત કરેલ છે. સાથે સાથે સરકાર અને સંસ્થાઓ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. ત્યારે મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક ઇમરાન શેખ zoom નામની એપ્લીકેશન નો ઉપયોગ કરીને બાળકોને ઓનલાઇન માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજ્યના શિક્ષણ વિભાગે અઠવાડિયાના ગૃહકાર્યની ધોરણવાર પીડીએફ  કોપી બનાવીને રાજ્યના દરેક બાળકના ઘર સુધી સોશિયલ મીડિયા ના માધ્યમથી પહોંચે તે માટે શિક્ષકોને આહવાન કર્યું છે.ત્યારે દાંતીયાવર્ગ પ્રા.શાળાએ શાળાનું whatsapp ગ્રુપ બનાવી બાળકો સુધી આ ગૃહકાર્ય પહોંચાડયું છે. સાથે સાથે બાળકોને જ્યાં પણ સમજ ન પડે ત્યાં ઇમરાન શેખ zoom એપ્લિકેશન દ્વારા બાળકોને ઓનલાઈન વિડિયો કોન્ફરન્સ દ્વારા સમજ આપે છે. હાલ, ઇમરાન શેખ બાળકોની જરૂરિયાત મુજબ ઓનલાઇન ક્લાસ લે છે પરંતુ જો બાળકો ઇચ્છે તો વધુ સમય પણ ભણાવવાની તૈયારી હોવાનું ઇમરાન શેખે જણાવ્યું હતું.
*શુ છે zoom એપ્લિકેશન ?*
*Zoom એપ્લિકેશન એ પ્લે સ્ટોર પરની ફ્રી એપ્લિકેશન છે. 
ગુગલ પ્લે સ્ટોર પરથી zoom cloud meetings નામની એપ ડાઉનલોડ કરી કોઈપણ બાળક જોઈન થઇ શકે છે. જેમાં શિક્ષક દ્વારા એક મિટિંગ આઈ.ડી. આપવામાં આવે છે અને તે આઈડી દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકના અવાજ સાથેનો વિડીઓ જોઈ શકે છે. અને પોતાને મૂંઝવતો સવાલ પણ શિક્ષકને પૂછી શકે છે.

રાજુ સોલંકી :- પંચમહાલ

Advertisement

Share

Related posts

રાજપારડી નગરનાં બંધ ખાનગી દવાખાનાં ચાલુ કરાવવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખએ જૂની મામલતદાર કચેરીના ચો તરફ જર્જરીત બનેલ પૌરાણિક દીવાલનું સમારકામ કરવા માંગ કરી.

ProudOfGujarat

સારોદ હાઈસ્કૂલની કૃતિઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અગ્રેસર રહી ગૌરવ વધાર્યુ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!