દેશભરમા હાહાકાર મચાવનાર કોરોના વાયરસનાં કેસ ગુજરાતમા પણ નોધાયા છે. પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસનૂ સંકમ્રણ ના થાય તે માટે સંતર્કતા રાખવામા આવતી હતી. અને લોકડાઉનનો ચૂસ્ત અમલ પણ કરવામા આવતો હતો. પંચમહાલમા પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે. આજે પંચમહાલ જીલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોધાયો હોવાની વિગત પ્રાપ્ત થવા પામી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની અખબારી યાદીની માહિતીમાં જણાવ્યા અનૂસાર આજે સૂરત અને પોરબંદરમા કોરોનાના બે કેસની સાથે પંચમહાલમાં પણ આજે પ્રથમ વખત કોરોનાનો કેસ નોધાયો છે. જેમા ૭૮ વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. હાલમા તેમને વધૂ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામા આવ્યા છે. નોધનીય છે કે પંચમહાલમા પ્રથમ વખત કોરોનાએ દસ્તક દેતા જીલ્લાવાસીઓમાં પણ ભયનુ મોજુ ફરી વળ્યૂ છે. ત્યારે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ એકશનમા આવ્યૂ છે. ત્યારે જીલ્લાવાસીઓ એ પણ હવે તંત્રની અપીલને વધૂને વધૂ કાને ધરવાની જરુર છે. અને કામ વગર પણ બહાર ન નીકળી પ્રધાનમંત્રી મોદીની Stay at home નીઅપીલને ફોલો કરવી જોઈએ.
રાજુ સોલંકી :- ગોધરા