ચીનના વુહાનથી શરૂ થયેલો અને દેશભરમાં હાહાકાર મચાવી નાખનાર કોરૉનો વાઇરસ ના સંક્રમણ કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસ માટે લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે આઠમા દિવસે મધ્યમ વર્ગના લોકો ની સ્થિતિ અતિ દયનીય હાલતમાં જોવા મળી હતી. જેથી ગરીબ પરિવારો ને તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. અને આ રાહત પેકેજ નો લાભ ગરીબ પરિવારો સુધી પહોંચી તે માટે સરકાર સતત મોનીટરીંગ કરી રહી છે. જેથી આજ રોજ ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજનો પુરવઠો વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે આજે ગોધરા શહેર વહેલી સવારથી રાશન લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ગોધરામાં એક સસ્તા અનાજની દુકાન ઉપર ઊભા રહેલા બે બાળકો ને જોઈ તમારું દિલ ધ્રુવી ઉઠશે ??? લોકડાઉન દરમિયાન આઠ દિવસ સુધી જે લોકો રોજ લાવી રોજ ખાતા હોય તેવા ગરીબ પરિવારો વિશે કોઈ એક વાર વિચાર્યું કે તેઓ આઠ દિવસ કેવી રીતે વિતાવ્યા હશે. તેવો એ જમ્યું હશે કે નહીં ??? અત્યારે કોરૉનો વાઇરસ નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગોધરા માં દરેક સ્કૂલ માં રજાનો માહોલ જોવા મળે છે અને બાળકો પણ ઘરમાં કેદ થઈ બેસી રહ્યા છે ત્યારે જે બાળકોને મહેનત કરી ઉછેર કર્યો હોય અને લોક ડાઉન ના આઠ દિવસ સુધી રોજ લાવી રોજ ખાતા હોય અને આવી વિપરીત પરિસ્થિતિમાં મા-બાપ ની પડખે ઊભા રહી અને સોશિયલ ડિસ્ટન્સીંગ માં બે બાળકો વિના મૂલ્યે અનાજ લેવા લાઈન મા ઉભા જોવા મળ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટન્સીંગમાં અનાજનો પુરવઠો લેવા ઊભા રહેલા બે બાળકો માંથી આમ જનતાએ બોધપાઠ લેવો જોઈએ. કોરોના વાયરસને લઇને સમગ્ર દૂનિયામા ભયનો માહૌલ છે. કદાચ ભારતના ઇતિહાસમા આપહેલૂ આટલા સમય લાબૂ લોકડાઉન હશે. ત્યારે એક બાજુ લોકડાઉનના પગલે ઊભી થયેલી પરિસ્થીતી ગણા દારુણ પ્રસંગો પણ ઊભા કરે છે. આમ જોઇએ તો ટેકનોલોજી અને ડીજીટલ ઇન્ડીયા ની વ્યાખયા સાર્થક કરતો ભારતઆજે કોરોના સામે જંગ લડી રહ્યોછે.
રાજુ સોલંકી :- પંચમહાલ