વાંકલ ખેડૂત મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજકીટ લેવા આવતા ગ્રાહકો સેનેટાઇઝર-માસ્ક, છાંયડા માટે મંડપ, બેસવા ખુરશી-પીવાનું પાણી વગેરેની સુવિધા આપી હતી.
માંગરોળના નાયબ મામલતદાર શ્રી ગિરીશ ભાઇ પરમારે તાલુકાની સસ્તા અનાજ વિતરણ કરતી દુકાનોની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થિત અનાજનો જથ્થો મળે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અનુરોધ કર્યો હતો. વાંકલ – માંગરોળ તાલુકાના વાંકલ ગામે વાંકલ વિભાગ મોટા કદના ખેડૂતોની સેવા સહકારી મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા આવતા ગ્રાહકો માટે સેનેટાઇઝર-માસ્ક-બેસવાની વ્યવસ્થા સાથે વિશેષ તકેદારીના પગલા સાથે અનાજ કીટોનું ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું હતું.વાંકલ વિભાગ મોટા કદના ખેડૂતોની મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા આવતા ગ્રાહકો એકબીજાથી અંતર જાળવે તે મુજબના સર્કલ બનાવવામાં આવ્યા હતા. તેમજ ગ્રાહકો લાંબી કતારમાં ઊભા રહેતા હોવાથી મંડપ બનાવી છાંયડો કરવામાં આવ્યો હતો અને ગ્રાહકો લાંબી લાઇનમાં ઊભા રહીને થાકી જતા હોવાથી બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુમાં ગ્રાહકોને તકેદારીરૂપે માસ્ક આપવામાં આવ્યા હતા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મહત્વની બાબત એ છે કે ફિંગર પ્રિન્ટ આપી કોમ્પ્યુટર ઉપર કુપન કઢાવતા ગ્રાહકો માટે સેનીટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
માંગરોળ : વાંકલ ખેડૂત મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજકીટ લેવા આવતા ગ્રાહકોને અનેક સુવિધા આપવામાં આવી.
Advertisement