પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની જવા પામી છે,જેમાં મહેસાણા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા અનાજ,કઠોળ,સાબુ,લોટ અને મરી મસાલાની એક હજાર કીટ તૈયાર કરી હતી,અને આ કીટ વાલીયા-નેત્રંગ તાલુકાના વિઠ્ઠલગામ, પેટીયા, ગુંદિયા ,રાજપરા, ચાસવડ, ઝરણાવાડી ,સોડગામ જેવા કેટલાય ગામમાં ગરીબ આદિવાસી કુટુંબોને મહેસાણા જિલ્લા મિત્રમંડળ દ્વારા અનાજની 1000 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોડગામ અને અન્ય બે ગામોમાં શેરડી કાપવાના ખાનદેશી પરીવારોને કીટ આપવા જતા લોકો દોડી આવ્યા હતા.આ જીવનજરૂરીયાતની કિટમાં ૫ કીલો લોટ, ૧ કીલો તુવેરની દાળ, ૩ કીલો ચોખા, ૧ કીલો તેલ, બે સાબુ, મરી, મસાલા, મીઠું વગેરે 14 દિવસ ચાલે એટલું રાશન ભરવામાં આવ્યું હતું.જેમાં નેત્રંગ ગઈકાલે ૨૦૦, આજે ૪૦૦ અને વાલિયાના ગામડાઓમાં ૪૦૦ મળી એક હજાર કીટ વિતરણ કરવામાં આવી હતી.૪૦૦ રૂપિયાની એક કીટ મળી કુલ ચાર લાખ રૂપિયાનું અન્નદાન આદિવાસી ગરીબ જરૂરીયાતમંદ પરીવારોને સહાય કરી હતી. જેમાં મહેસાણા મિત્ર મંડળના 40 સભ્યોએ આ કીટમાં અનાજ, કઠોળ, મરી, મસાલા અને તેલનું પેકીંગ કરી જાતે વિતરણ કર્યું હતું . વિતરણમાં વધુ લોકો ભેગા ના થાય તે માટે અંકલેશ્વરથી 13 સભ્યો જોડાયા હતા.આ નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામડાઓમાં રાહત કીટ વિતરણમાં મહેસાણા મિત્ર મંડળ અને અંકલેશ્વર નોટીફાઈડ એરીયા બીજેપીના પ્રમુખ ભરતભાઈ પટેલ, વજુભાઈ, શૈલેશભાઈ, જશુભાઈ, નિતિષભાઈ,તેજસભાઈએ તેમના હસ્તે ગરીબ જરૂરીયાતમંદોને અનાજ આપી રાહત કાર્ય કર્યું હતું.
મહેસાણા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયા તાલુકામાં 1000 કીટ ગરીબોને વિતરણ કરાઇ.
Advertisement