કોરોના વાઈરસને લઈને પાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા સેનિટાઈઝ કેબિન બનાવવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા બનાવવામાં આવેલી સેનિટાઈઝ કેબિનને શહેરની ત્રણ હોસ્પિટલ બહાર મુકવામાં આવશે. જેથી હોસ્પિટલમાં પ્રવેશનાર તબીબથી લઈને દર્દી અને તેના સંબંધીઓ ગણતરીના સમયમાં જ સેનિટાઈઝ થઈને બહાર નીકળશે. ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, સેનિટાઈઝ કેબિનમાં પંખાનો તથા વિવિધ સેનિટાઈઝ કરતાં કેમિકલ એ રીતે પ્રસરાવવામાં આવી રહ્યાં છે કે જેથી કરીને વ્યક્તિ આ કેબિનમાંથી પસાર થાય એટલે તરત જ સેનિટાઈઝ થઈ જશે. હોસ્પિટલમાં અસંખ્ય લોકો રોજે રોજ આવતાં હોય છે. જેમાં માત્ર હાથ સાફ કરાવવા કરતાં આખા શરીરને સેનિટાઈઝ કરવામાં આવે તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાય.
Advertisement