કોરોનાનાં કહેરમાં લોકડાઉનની અસર હેઠળ રોજે-રોજનું કમાયને ખાતા હોય તેવા પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ ભરી બની ગઈ છે ત્યારે આવા ગરીબ વર્ગ માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કર્યું હતું તેમાં બીપીએલ કાર્ડ ધારકોને એક મહિનાનું રાશન મફત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આજરોજ ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર હોય તેવા કાર્ડ ધારકોને અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. બીપીએલની પાત્રતા ધરાવતા હોય તેવા રેશનકાર્ડ ધારકોને રાજય સરકાર દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ, અને આયોડીનયુક્ત મીઠું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારની જાહેરાત અનુસાર બીપીએલ એન.એફ.એસ.એ અને અંત્યોદય કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે ત્યારે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઇરસથી લોકોમાં હાહાકાર મચી ગયો ત્યારે સરકાર દ્વારા આજરોજ ગોધરા શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં મફતમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અમુક સસ્તા અનાજની દુકાનો ઉપર રાશન ધારકોની ભીડ જામી હતી ત્યારે આવા કોરોના વાઇરસમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો સવાલ ચર્ચાનો વિષય બન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરામાં સસ્તાં અનાજની દુકાનોમાં મફત અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું : સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ?
Advertisement