Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં પ્રથમ દિવસે જ સસ્તા અનાજની દુકાનોમાં ભીડ જોવા મળી બોઇલ ચોખા બાબતે લોકોનો રોષ.

Share

દેશભરમાં ફેલાયેલા કોરોનાનાં કારણે લોકડાઉનમાં ગરીબો અને મજૂરવર્ગની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે આજથી સરકાર દ્વારા મફતમાં અનાજ આપવાનું શરૂ કરાયું છે જેથી સવારથી જ લોકોના ટોળા જોવા મળ્યા હતા.

જોકે બોઇલ ચોખા આપતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો મહિલાઓએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ ચોખા પક્ષીઓ પણ ખાતા નથી તો અમારા પેટમાં કઈ રીતે હજમ થશે ? ઉપરાંત ઘરડા અશક્ત વૃદ્ધોને ફિંગરપ્રિન્ટ આપવા માટે રૂબરૂ સસ્તા અનાજની દુકાને આવા મજબૂર થવું પડ્યું હતું જે અંગે પણ રોષ જોવા મળ્યો હતો અને એપીએલ કુટુંબો પણ અસમંજસમાં મુકાયા હતા કે અમને અનાજ મળશે કે નહિં? સરકાર તરફથી જ આવા ચોખા આવે છે તો અમે શુ કરીએ ? દુકાનદાર આ બાબતે અનાજના વેપારીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ફિંગર પ્રિન્ટ લઈએ તો અનાજનો સ્ટોક કપાઈ અને સેનેટાઇઝર મુકેલ છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત ઉપરથી જ બોઇલ ચોખા આવે છે તો શું કરીએ ?? તેમ પણ કબુલ્યું હતું. ગોડાઉનમાંથી એ જ ચોખા ઈશ્યુ થાય છે એના સિવાય કોઈ બીજા ચોખા નથી. આ બાબતે નાંદોદના મામલતદાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે નાંદોદ તાલુકામાં 63 દુકાનો ઉપર આજથી કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ શરૂ કરાયું છે. ત્રણ દિવસમાં આ વિતરણ પૂરું કરવાનું છે ઉપરાંત બોઇલ ચોખા આપાય છે તેમ પણ કબુલ્યું હતું ઉપરાંત શાળાના બાળકોને અપાયેલા પાસના અનાજ મુદ્દે વિચારણા કરશે તેમ જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનિય છે કે લોકડાઉનમાં જ્યારે ગરીબોને અનાજની ખૂબ જરૂરત છે ત્યારે અનાજની ગુણવત્તા સારી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : વણાકપોર પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા એક ઇસમનું કરૂણ મોત અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઇએ છે બસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતુ છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!