Proud of Gujarat
FeaturedGujaratINDIA

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 રાષ્ટ્રીય આપત્તિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટન એકટ-2005 અમલી

Share

ભય કે અફવા ફેલાવવા, સરકારી આદેશોનું ઉલ્લંઘન કરવા સહિતના કાર્યો માટે કડક કાર્યવાહી કરાશે.
ચીનના વુહાન પ્રાંતથી પ્રસરેલ અને વિશ્વભરમાં મહામારીરૂપે ફેલાઈ ગયેલ નોવેલ કોરોના કોવિડ-19 વાયરસના ફેલાવાની પરિસ્થિહતિ અત્યાેરે વૈશ્વિક મહામારી બની છે. તેના પરિણામે દેશભરમાં ઉત્પન્ન થયેલ ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ નોવેલ કોરોના વાયરસ સંક્રમણને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવી છે અને 14 એપ્રિલ સુધી રાષ્ટ્રકવ્યા્પી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. નોવેલ કોરોના વાયરસના ચેપથી દેશના નાગરિકો અને સમગ્ર દેશને ઉગારી લેવા માટે લોકડાઉન સહિતના નિયંત્રણોનું ચુસ્ત પણે પાલન થાય તે અત્યંત આવશ્યોક હોવાથી કેન્દ્રં સરકાર દ્વારા ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત કેટલીક ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે. જે હેઠળ આ રાષ્ટ્રીંય આપત્તિ અંગે ખોટો ભય ફેલાય કે અફરાતફરી મચે તેવા સંકેતો કે સંદેશા આપનાર વ્યક્તિઓ વિરૂધ્ધ્ કાર્યવાહી કરી શકાશે. સોશિયલ મિડીયાના માધ્યેમથી ખોટી, ભયજનક અથવા અતિશયોકિત ભરેલી માહિતી ફેલાવનાર સામે પણ એક વર્ષની જેલ અથવા દંડ જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રીય આપત્તિ દરમિયાન ભારત સરકાર અથવા રાજય સરકારના સત્તાધિકારી દ્વારા કોઇ પણ કંપની, ખાનગી પેઢી અથવા વ્યકિત પાસેથી આપાતકાલીન પરિસ્થિધતિને પહોંચી વળવા અથવા બચાવ કામગીરી હાથ ધરવા અથવા પુનર્વસન કરવા અંગે માનવબળ સહિતના સંશાધનોની માંગણી કરવામાં આવે અને તેવા સંશાધનો ઉપલબ્ધસ હોવા છતાં તેવા આદેશોનું ઉલ્લંધન કરવામાં તેવા કિસ્સાંમાં પણ કાયદાકીય કાર્યવાહી કરી શકાય છે. અને તે માટે એક વર્ષની જેલ અથવા દંડ કે બન્ને પ્રકારની સજા થઇ શકે છે. તે ઉપરાંત સક્ષમ અધિકારીની લેખિત મંજૂરી વગર સોંપાયેલી ફરજોનો ઇન્કાશર કરનાર કે ટાળનાર અધિકારી વિરૂધ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. ડિઝાસ્ટહર મેનેજમેન્ટે એકટ-૨૦૦૫ હેઠળની જોગવાઇઓનો ઉલ્લંધન કરનાર કોઇ પણ નાગરિકથી લઇને જાહેરસેવક તથા કોઇ કંપનીથી લઇને સરકારી વિભાગો વિરૂધ્ધવ પણ કાર્યવાહી થઇ શકે છે. સરકારના કોઇ પણ અધિકારીને અથવા સરકારના સત્તાધિકારીઓ દ્વારા અધિકૃત કરવામાં આવેલા વ્યકિત ઓને તેમની ફરજમાં રૂકાવટ કરનાર વિરૂધ્ધત પણ કાર્યવાહી કરી શકાય છે. આપત્તિકાળમાં રાહત, મદદ, મરામત, પુનઃનિર્માણ વગેરે કાર્યોમાં ખોટી રીતે ફાયદો મેળવનાર કે ખોટો દાવો કરનારને તથા રાહત સામગ્રી કે રોકડનો પોતાના માટે ઉપયોગ કરનાર અથવા ગેરકાયદેસર ફાળવણી કરનાર અથવા કોઇ વ્યડકિતને ઇરાદાપૂર્વક આવું દબાણ કરનાર વ્યટકિતને બે વર્ષની કેદ અને દંડની કાર્યવાહી કરી શકાશે. પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાવાસીઓ જોગ એક સંદેશમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ સંક્રમણને રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરાઈ છે. ત્યારે મહામારી સામે લડવા તમામ નાગરિકોનો સહયોગ ઈચ્છનીય છે. તેમણે નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા, લોક ડાઉન અંગે અપાયેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને તંત્ર દ્વારા વાયરસના ચેપ સામે બચાવના પગલાઓને અનુસરવા અને આ લડત સામે પ્રશાસન અને પોલિસને સહકાર આપવાની અપીલ કરી હતી.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

પંચમહાલ : મોરવા હડફની સરકારી કોલેજ ખાતેથી આજે મતદાન સામગ્રી રવાના થશે.

ProudOfGujarat

નેત્રંગ ના ખાતે પેટ્રોલ પંપની દીવાલ પર દીપડા ની લટાર, શ્વાન પર કર્યો હુમલો

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ’ પર 1947 થી 2021 સુધીની ભારતમાં બનેલી સૌથી મોટી ઘટનાઓ વિશે જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!