Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ના રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલ વધુ એક છોટાઉદેપુર જિલ્લા ને પણ દશ લાખ ની ગ્રાન્ટ ની ફાળવણી કરી છે.

Share

કોરોના વાયરસ સામેની લડત માટે હવે વિવિધ જિલ્લાના સાંસદો, ધારાસભ્યો પણ આગળ આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના રાજ્યસભા ના સાંસદ અહમદભાઈ પટેલે મેડિકલ ફેસેલિટી માટે અગાઉ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ માટે કુલ રૂ. એક કરોડ ની ગ્રાન્ટ ફાળવી હતી જયારે વધુમાં છોટા ઉદેપુર જિલ્લા માટે દશ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી. રાજ્ય સભાના સાંસદ અહમદભાઈ પટેલે આ અગાઉ ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ તેમજ તાપી જિલ્લાઓને એક કરોડ ની ગ્રાન્ટ ફાળવી હતી. સાંસદ અહમદભાઈ પટેલે આજરોજ જાહેર કરેલી પોતાની સાંસદની ગ્રાન્ટ માંથી છોટાઉદેપુર જિલ્લા ને પણ 10 લાખ ની ફાળવણી કરી છે. આ અંગે ની લેખિત જાણ તેઓએ જિલ્લાના કલેકટરને કરી દીધી હતી. અહેમદભાઈ પટેલે કોરોના વાયરસના સંક્રમણ સામે પ્રતિકારત્મક આરોગ્ય સુવિધા ઉભી કરવા આ જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવણી કરી છે. જે અંતર્ગત સરકારી હોસ્પિટલ માં કોવીડ -19 વાયરસ ના ટેસ્ટિંગ, સ્ક્રિનિંગ, વેન્ટિલેટર તેમજ અન્ય મેડિકલ ના સાધનોની ખરીદી આ જિલ્લામાં થઇ શકે.

Advertisement

Share

Related posts

રીક્ષા ચાલકોને મદદ કરો નહિ તો ચક્કાજામ કરવામાં આવશે, ભરૂચમાં રીક્ષા ચાલકોની તંત્રને ચીમકી.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

ProudOfGujarat

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!