સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે જિલ્લાની પ્રજાને રાહત ફંડનાં નામે આવતાં ફેક કોલથી સતર્ક રહેવા અપીલ કરી છે. પોલીસે કહયુ છે કે હાલમાં કોરોનાં વાઇરસની જે પરિસ્થિતિ ઉભી થઇ છે. જેને પગલે કેટલાક ઠગો કોરોનાં વાઇરસ પીડિતો માટે રાહત ફંડનાં નામે સરકારી અધિકારી કે અન્ય સંસ્થાઓનાં નામથી ઓનલાઇન ડોનેશન માટે ફોન કરી રહયા છે. આ લોકો આપની અંગત માહીતી તથા બેંક, યુ.પી.આઇ, વોલેટ, પે.ટી.એમ વગેરે માહીતી પૂછે છે અને આ વિગતો મેળવી, આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. પોલીસે ચેતવણી આપી છે કે સરકાર કે સરકારી અધિકારી તરફથી આવી કોઈ માહીતી માંગવામાં આવતી નથી. જેથી આવા કોઈ કોલ આવે તો એને ધ્યાન ઉપર ન લેવા પોલીસે જણાવ્યું છે.
નઝીર પાંડોર – માંગરોળ
Advertisement