સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરૉનો વાઇરસ ના સંક્રમણ ના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ગોધરામાં પણ આવેલ તીરઘરવાસ માં ચેન્નાઈ ખાતે ધંધા રોજગાર માટે ગયેલ પરિવાર કોરૉનો વાઇરસ ના ડર ના કારણે પરત પોતાના વતન ગોધરા આવ્યા હતા આ બાબત ની જાણ જિલ્લા આરોગ્ય વિભાગ થતાં તાત્કાલીક અસરથી તીરઘરવાસ માં આવી આ પરિવારને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે ત્યારે આની બિલકુલ બાજુમાં વાલ્મીકીવાસ સિંધુરી માતા મંદિર વગેરે જગ્યા એ ગંદકી એ માઝા મુકી છે જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ વિસ્તારમાં આવેલ ડૉ આંબેડકર પ્રાથમિક શાળાના સામે પાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવેલ છે. જેમાં ગંદકીના થર અને દારૂની પોટલી ના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત બાજુમાં આવેલી કેનાલમાં પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈલું જોવા મળે છે જેથી જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક નગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવા માટે લોક માંગ ઉઠવા પામી છે.
રાજુ સોલંકી :- પંચમહાલ