કોરોના વાઇરસનો કહેર સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ચીનમાંથી ફેલાયેલો વાઇરસ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં પણ આ વાઇરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. એવામાં કોરૉનો વાઇરસથી સતત વધતા સંક્રમણ ને ધ્યાનમાં લઇને મંગળવારે પ્રધાનમંત્રી મોદી એ સંપૂર્ણ દેશમાં લોકડાઉન ની જાહેરાત કરી છે અને ૨૧ દિવસ સુધી ઘર ની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. ત્યારે કાલોલ તાલુકા ના શામળદેવી ગામમાં જાગૃત યુવાનો દ્વારા લોકડાઉન દરમિયાન નૉવેલ કોરોના વાયરસ ને ગંભીરતાથી લઈને ગામ લોકોને સમજણ આપી હતી. લોકોને જાગૃત કયૉ હતાં. અને ગામના બંન્ને મેઈન પ્રવેશ દ્વાર પર બેનર મારી બહાર ગામના લોકોએ આવવુ નહી!” અને ગામલોકોને કામ સિવાય ઘરની બહાર ના નિકળવા માટે સમજણ આપવામાં આવી હતી. વારંવાર હાથ ધોવા, ચાર થી વધારે લોકોને ભેગા થવું નહી. દુકાનો ૧૨ થી ૪:૦૦ બંધ રાખવી સરકાર ના આદેશ મુજબ ૨૧ દિવસનાં લોકડાઉન નું ચુસ્તપણે પાલન કરવાનું કહ્યુ હતું.
રાજુ સોલંકી:- પંચમહાલ