વિશ્વ વ્યાપી કોરોનાની બિમારીને અંકુશમાં રાખવા દેશ વ્યાપી તાળાબંધી કરવામાં આવતા નાગરીકો દ્વારા સરકારે લીધેલા આ અગમચેતીના પગલાને સહયોગ અપાઇ રહ્યો છે.ઉપરાંત ચાર માણસોથી વધુ એકઠા થવા પર પાબંદીનો નિયમ અમલમાં મુકાયો છે.ત્યારે મસ્જિદોમાં પણ મૌલાના સાથે ત્રણ ચાર વ્યક્તિઓ નમાજ પઢે છે.જ્યારે બાકીના મુસ્લિમ ભાઇઓ પોતાના ઘરોમાં અલગ રીતે નમાજ પઢતા હોય છે શુક્રવારની જુમ્માની ખાસ ગણાતી નમાજ દરમિયાન પણ રાજપારડી ગામે નિયમનું પાલન કરાયું હતું.રાજપારડીની મસ્જિદોમાં શુક્રવારની નમાજ પણ તાજેતરના અમલી નિયમ મુજબ અદા કરવામાં આવી.મુસ્લિમ ભાઇઓએ પોતાના ઘરોમાં અલગ-અલગ નમાજ પઢી હતી.મુસ્લિમ ભાઇઓએ કોરોનાની ખતરનાક બિમારી નાબુદ થાય અને પુન:માહોલ રાબેતા મુજબ ધબકતો થાય એવી દુઆઓ માંગી હતી.
Advertisement