આખા ગુજરાતનાં કોઈ પણ ભાગમાં કોરોના વાઈરસનો કોઈ પેશન્ટ નોંધાય અથવા વિદેશથી આવેલી વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરવાનો હોય તો સરકારી હેલ્પલાઈન 104 પર ફોન કરાય છે. પરંતુ 104 પરથી સીધી વર્ધી 108 પર અપાય છે તથા ભરૂચ જિલ્લામાં પણ નંબર 104 માંથી અને પબ્લિક/પેશન્ટ દ્વારા પણ કોલ કરીને 108 ને સારવાર માટે હોસ્પિટલ જવા માટે બોલાવે છે અને 108 માં કામ કરતો સ્ટાફ દિવસ-રાત જોયા વિના કોરોનાનો ચેપ લાગ્યો હોય કે ન લાગ્યો હોય, પરંતુ જે-તે વ્યક્તિને હોસ્પિટલ કે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પહોંચાડવાનું કામ કરે છે. હાલ પબ્લિકની સેફ્ટી માટે ભરૂચ જિલ્લામાં કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ અલગ રાખવામાં આવી છે જે ફક્ત કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં શિફ્ટ કરશે. 108 એમ્બ્યુલન્સમાં દર્દીને શિફટ કરતા સમય PPE કીટનો ઉપયોગ કરી પેશન્ટને હોસ્પિટલમાં શીફટ કરશે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ સેનીટાઈઝ કરવામાં આવશે જેથી કરી તેના વાઇરસનો ચેપ બીજા કોઈ લાગશે નહીં. 108 પેશન્ટ માટે 24 કલાક કામ કરે છે.તેવો પૂરેપૂરી નિષ્ઠાથી ફરજ જીવના જોખમે નિભાવે છે. પેશન્ટ કોરોનાનો સસ્પેક્ટ હોય કે પોઝિટીવ, તેઓ નૈતિક ફરજના ભાગરૂપે પેશન્ટને દવાખાને પહોંચાડે છે અને કોલ મળે એટલે તેઓ સીધા સ્પોટ પર પહોંચી દર્દી સસ્પેક્ટ હોય કે પોઝિટિવ તેઓ 24 કલાક દિવસ-રાત ફરજ બજાવે છે. કોરોના વાઇરસને લઈ લોકોને અપીલ છે કે 24 કલાક કોરોના વાઇરસ સામે લડતા 108 ના સ્ટાફને સપોર્ટ કરે અને આપને કોઈપણ ઈમર્જન્સી દેખાય તો 108 ને કોલ કરવા 108 એમ્બ્યુલસના પોગ્રામ મેનેજર અભિશેક ઠાકરએ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં કોરોનાનાં લક્ષણ ધરાવતાં દર્દીઓ માટે અલગથી 108 એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી.
Advertisement