દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં અને જિલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથે-સાથે 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે કે લોકડાઉન વચ્ચે પણ સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કે જેમાં દૂધ, શાકભાજી, અનાજ જેવી ચીજ વસ્તુઓ ખરીદી કરે તે માટે થોડીક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કેટલાક લોકો આ છૂટછાટ લાભ ઉઠાવી રહ્યા છે પોતાના વાહનો ઉપર શહેરમાં આંટા મારે છે ત્યારે પોલીસે કડકાઇથી કામ કરવાની ફરજ પડે છે જેમાં આજે શહેરના મહંમદપુરા સર્કલ નજીક બપોરના સુમારે રખડવા નીકળેલા લોકો પર પોલીસ રોકી પૂછપરછ કરી આજે દંડાવાળી કરી હતી તેના કેટલાક વિડિયો જિલ્લાના સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જોકે આ વિડીયો વાયરલ થયા બાદ લોકો હવે કદાચ ઘરની બહાર નીકળતા ડરશે જ્યારે કે લોકો પોલીસની કબડી કામગીરીથી વાકેફ છે છતાં કાયદાનો ભંગ કરી રહ્યા છે પોલીસ તંત્ર વહીવટી તંત્ર ખડે પગે ૧૨ થી ૧૬ કલાક સુધી લોકોની સેવામાં ઉભા રહે છે પોતાના પરિવારોની પરવા કર્યા વિના પણ પોલીસવાળા નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના લોકો સમજવું જોઈએ.
ભરૂચ શહેરમાં લોકડાઉન વચ્ચે ફરતા લોકોને ડંડા પાઠ ભણાવતા પોલીસવાળા.
Advertisement