નેત્રંગ ગામમાં આવેલ ગાંધીબજારના ડબ્બા ફળીયા વિસ્તારમાં આવેલ એક કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડતા રહીશો હેરાન પરેશાન થઈ રહી છે. નેત્રંગના ડબ્બા ફળીયા વિસ્તારમાંથી વરસાદી – કુદરતી પાણીના નિકાલ માટેનું કોટરડું પસાર થાય છે. જે સીધું નેત્રંગમાં આવેલ અમરાવતી નદીમાં જઈ મળે છે. નદીના કિનારેજ નેત્રંગ ગ્રામપંચાયતનો પાણીનો કૂવો આવેલ છે. જેમાંથી ઘણા વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.છેલ્લા કેટલાક સમયથી આ કોતરડામાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે. સાથે-સાથે ઉપરનાં વિસ્તારના લોકો આ કોતરડામાં પોતાના ખાળકુવાનું ગંદુ અને દુર્ગંધવાળું પાણી મોટરની મદદથી આ કોતરડામાં છોડે છે. જેથી કોતરડું ગંદકીથી ખદબદે છે. સવાર-સાંજ તેમાંથી ભયંકર દુર્ગંધ(વાસ) આવે છે. એટલુ જ નહીં મચ્છરોનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધી ગયો છે. જેથી રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. આ ગંદુ પાણી નદી કાંઠે આવેલ પીવાના પાણીનો કૂવો છે. જેમાંથી ઘણાય વિસ્તારોના લોકો પાણી પીવે છે. જો વહેલી તકે કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવે તો ભયંકર રોગચાળો ફેલાવવાણી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ આવે છે. ગ્રામપંચાયતના સત્તાધીશોને વારંવાર આ સંદર્ભે મૌખિક રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં લેવાતા નથી. વહેલી તકે આ બાબતે નિર્ણય લઈ નિવારણ લાવે તેવી ડબ્બા ફળિયાના રહીશોની માંગ ઉઠી છે.
નેત્રંગ : કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડાતા રહીશો હેરાન પરેશાન.
Advertisement