Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતાં ત્રણ દુકાનદારો સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

ભરૂચ શહેર-જિલ્લામાં કોરોના વાયરસ નાથવા માટે જિલ્લામાં lockdown અને 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. જીવન જરુરિયાતની વસ્તુઓ સિવાય કોઇ દુકાન ખુલ્લી ન રાખવાનો આદેશ હોવા છતાં આજે ભરૂચ શહેરના મકતમપુર અને ઝાડેશ્વર રોડ ઉપર હેર કટીંગ અને જ્વેલર્સની દુકાનો ખુલ્લી રાખનારા સામે ભરૂચ સી ડિવિઝન પીઆઈ તેમની અટક કરી છે. જેમાં મહેશભાઈ વાળંદ રહેવાસી ઝાડેશ્વર, ધ્રુવીન વાણંદ ઝાડેશ્વર રોડ હેર કટીંગની દુકાન ચાલુ રાખતાં તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગની કલમ મુજબ ગુનો દાખલ કરી અટક કરી છે. જ્યારે મકતમપુર ગામમાં સોનીની દુકાન ચલાવતો ભવરલાલ સોનીને દુકાન ખુલ્લી રાખી કામ કરતો હતો ત્યારે ડિવિઝન પોલીસે તેની અટક કરી છે તેઓ સામે પણ ગુનો દાખલ કર્યો છે ત્રણ જેટલા ગુના દાખલ થયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં કોરોનાના નવા માત્ર 14 કેસ નોંધાયા : એક સપ્તાહનો મૃત્યુ દર શૂન્ય.

ProudOfGujarat

વડોદરાના વડસર બ્રિજ નજીક જય અંબે ફ્લેટમાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની સાસુની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા.

ProudOfGujarat

નર્મદા ટાઇગર ગ્રુપનું સરાહનીય કાર્ય,મૃત કપિરાજનું હિન્દૂ વિધિથી અંતિમ સંસ્કાર કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!