સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી સુમુલ ડેરીનાં ચેરમેન રાજુભાઈ પાઠકે કહ્યું છે કે સુમુલ પાસે મહિનાઓ સુધી ચાલે એટલું દૂધ અને દૂધની પ્રોડકટો છે.દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરાના વાઇરસને લીધે વધુ 21 દિવસ સુધીનું લોક ડાઉન્ડની જાહેરાત કરી છે, જેને પગલે પ્રજાજનો ખાદ્ય ચીજોની ખરીદી કરવા અને સંગ્રહ કરવા દોડધામ કરી રહયા છે, પરંતુ સુમુલ પાસે મહિનાઓ સુધી ચાલે એટલું દૂધ અને દૂધની પ્રોડકટો પૂરતાં પ્રમાણમાં છે,સુરત અને તાપી જિલ્લાની પ્રજાને સવારે અને બોપોરે દૂધનો પુરવઠો મળી રહેશે એમણે પ્રજાજનોને ખોટો સંગ્રહ ન કરવા પ્રજાજનોને અપીલ કરી છે, હાલમાં પણ ગામડાંઓમાંથી દૂધનો પુરવઠો નિયમિત આવે જ છે, તથા સુમુલ દરરોજ અગિયાર લાખ લીટર દૂધ સપ્લાય કરે છે, પરંતુ કેટલાંક હીટ શત્રુઓ સુમુલને બદનામ કરવા ખોટી અફવાઓ ફેલાવે છે, જેથી પ્રજાજનોને ખોટી અફવાઓથી દૂર રહેવા એમણે હાકલ કરી છે.
સુરત : સુમુલ ડેરી પાસે મહિનાઓ સુધી ચાલે એટલું દૂધ અને દૂધની પ્રોડકટો છે : ચેરમેન રાજુભાઇ પાઠક.
Advertisement