પાલેજ નગરના યુવાનો અને ગામના આગેવાનો દ્વારા ગામના ગરીબ કુટુંબો તેમજ છુટા છવાયા રહેતા ગરીબ વ્યક્તિઓ તેમજ ભિક્ષુકો માટે તૈયાર ખાવાની તેમજ શાકભાજીની વ્યવસ્થા કરી એક ઉમદા કામગીરી આરંભી હતી.
પાલેજ નગરમાં સંખ્યા બંધ ગરીબ કુટુંબો વસવાટ કરી રહ્યા છે ઉપરાંત રેલવે તેમજ હાઈવેના સમન્વયનું મથક હોવાથી અહીં ભિક્ષુકોની સંખ્યા પણ મોટા પાયે જોવા મળી રહી છે જેના પગલે ગામના કેટલાય યુવાનો તેમજ આગેવાનો આગળ આવી માનવતા મહેકાવી હતી, પાલેજ નગરના મલંગ ખાન પઠાણ દ્વારા પાલેજના ગરીબ વિસ્તારોમાં યુવાનો દ્વારા શાકભાજીના પેકેટો વહેચવામાં આવ્યા હતા. જ્યારે પાલેજ રેલવે સ્ટેશન પાસે આવેલ ગોલ્ડન પાર્ક સોસાયટીના કેટલાક યુવાનોએ ભેગા મળી તૈયાર ખાવાની વ્યવસ્થા કરી ગરીબને ઘરે બેઠા તૈયાર ખાવાનું પહોંચડવામાં આવ્યું હતું, જો પાલેજ ગામનું આ મોડલ ગામે ગામ અપનાવવામાં આવે તો ગરીબની ભૂખ સંતોષી શકાય એમ છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજમાં ગરીબો માટે શાકભાજી તેમજ તૈયાર ખાવાની વ્યવસ્થા કરાઈ.
Advertisement