માંગરોળ અને મોસાલીનાં બજારો આજથી તારીખ ૨૫ મી માર્ચથી આગામી તારીખ ૩૧ મી માર્ચ સુધી સરકાર તરફથી જે આવશ્યક સેવા જાહેર કરી છે, એનો ધંધો કરનારાઓએ પોતાની દુકાનો સવારે નવ વાગ્યાથી બોપોરે સાડા બાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે. ઉપરોક્ત સમય નક્કી કરવા માટે માંગરોળના પી.એસ.આઇ. પરેશ એચ.નાયીએ વેપારીઓ અને આગેવાનોની એક બેઠક બોલાવી હતી. જેમાં ઉપરોક્ત ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓ અને નાગરિકોને અપીલ કરતા પી.એસ.આઇ પરેશ નાયીએ કહયું કે વહીવટી તંત્ર પ્રજાજનોનાં હિતમાં જ આ પગલાં ભરી રહી છે. એમણે આ માટે વેપારી અને પ્રજાજનોનાં સહકારની અપેક્ષા રાખી હતી. વેપારીઓને ઉપરોક્ત સમયનો અમલ કરવા હાકલ કરી હતી. નવ યુવાનોને ચેતવણી આપતા કહયું કે રાત્રીનાં સમયે યુવાનો મોડી રાત સુધી બજારમાં બેસી રહે છે. એમણે ન બેસવા જણાવ્યું હતું. જો સરકારની સૂચનાનો અમલ ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં મકસુંદભાઇ માજરા(લાલ), ગુલામભાઈ માજરા, બાબુભાઇ પાંચભાયા, સોયેબ માજરા, રાજુભાઈ મોદી, ભરતભાઈ મોદી, કિનરભાઈ પટેલ સહીત આગેવાનો વેપારીઓ હાજર રહયા હતા. મેડીકલ સ્ટોર અને દિસ્પેન્સરીને આ સમય લાગુ પડશે નહીં.
માંગરોળ-મોસાલીનાં બજારો આજથી નવથી સાડા બાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
Advertisement