દેશનાં વર્તમાન પડકાર જનક સમયમાં સાવચેતીના પગલા રૂપે લોકોની હિલચાલ પર નિયંત્રણો અંતર્ગત લૉક ડાઉન સમયે સુરતથી વડોદરા હાઈવે હોટલો,ખાણીપીણી,ચા-નાસ્તા,ઠંડા પાણીથી વંચિત રાહદારીઓ માટે સાંસરોદ ગામના મુસ્લિમ નવયુવાનો નાત-જાતનો ભેદભાવ રાખ્યા સિવાય ધગ ધગતી ગરમીમાં ફિલ્ટર પાણીના કૂલરો લઈ હાઈવે પર નિસંકોચ પહોંચી જઈ રાહદારી મોટર સાયકલ સવારોને ઠંડુ પાણી પીવડાવી ગરમીમાં ઠંડા પાણીનો અહેસાસ કરાવ્યો અને સાબીત કરી આપ્યુ કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.જે અતિશય સરાહનિય છે. સાંસરોદ ગામની ગરીમાનો વધારો કર્યો એટલે એવુ સમજી શકાય કે માનવતા મરી પડવાથી નથી.
Advertisement