Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા હાંસોટ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભોજન રથનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

 દુનિયાભરના મોટાભાગના દેશોમાં મહામારી કોરોના વાઈરસે હાહાકાર મચાવતાં અને ભારત દેશમાં લોક ડાઉન કરતાં લોકો ઘરની બહાર નીકળી શકતાં ન હોવાથી ગરીબ તથા મજૂર વર્ગના લોકો કામે-ધંધે જઈ શકતા નથી અને જેમને ભોજન માટેની તકલીફ છે તેવા પરિવારોને જમવાનું મળી રહે તે હેતુથી આજરોજ ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા હાંસોટ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભોજન રથનાં આયોજન દ્વારા હાંસોટ, આસ્તા અને નવાગામ સ્મસાન ભૂમિ પાસે હાંસોટમાં ઝૂંપડ-પટ્ટીમાં રહેતાં લોકોને ભોજન કીટ આપવામાં આવી હતી. દરમ્યાન હાંસોટ સીવીલ કોર્ટના કર્મચારીઓ તથા વિદ્વાન વકીલ શ્રી સુમન ભાઈ મિસ્ત્રી હાંસોટ પોલીસ સ્ટેશનના પી.આઈ.ગઢવી તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડીનાં છાલીયા તળાવ ખાતે શીતળા માતાજીના મંદિર ખાતે મેળો યોજાયો

ProudOfGujarat

અદાણી સીએનજીના ભાવમાં વધારો, વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર

ProudOfGujarat

Surekha Sikri Dies: બાલિકાવધુના ‘દાદીસા’ સુરેખા સિકરીએ દુનિયાને કરી અલવિદા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!