પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસના જનતા કફ્યુૅના નિણૅય બાદ આગામી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે,અને દેશભરમાં ૧૪૪ કલમ અમલ કરી દેતા લોકોને કામ વગર ઘરની બહાર નિકળવાની મનાઈ ફરમાવી દેવાઈ છે,જેમાં ભરૂચ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં પણ ૪૦ લોકો હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે,જેમાં નેત્રંગ ટાઉનમાં ૨૬,વાલપોરમાં ૩,અને થવા ગામમાં ૧૧ લોકો જે બહાર ગામથી આવી નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઇન કરાયા છે,અને આરોગ્ય વિભાગ દ્વારા તેમની સવાર-સાંજ તપાસણી કરાઇ રહી છે,જ્યારે નેત્રંગના બજાર વહીવટીતંત્ર દ્વારા જડબેસલાક બંધ કરાયા છે,અને રહીશોને કામ વગર ઘરની બહાર નહીં નિકળવાની અપીલ કરાઈ રહી છે,જ્યારે મામલતદાર,પીએસઆઈ,આરોગ્ય વિભાગ ધ્વારા મહામારી કોરોના વાઇરસના પગલે ખડેપગે રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે.
નેત્રંગ તાલુકામાં ૪૦ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા.
Advertisement