ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો હતો. સવારે આકાશ ઉપર કાળાં દિબાંગ વાદળો ધેરાયા હતા અને એકાએક વરસાદનાં અમી છાંટણા થયા હતા. આજે લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. રાત્રિ દરમ્યાન ગરમી અને ઉકળાટ હતો ત્યારે સવારે એકાએક વરસાદનાં અમી છાંટણા શરૂ થતાં લોકોને બેવડી ઋતુ એટલે કે ઉનાળા અને ચોમાસાની ઋતુનો અનુભવ થયો હતો. જીલ્લાનાં લોકો એક તબક્કે આશ્ચર્ય ચકિત થયા હતા કે વાતાવરણમાં આવેલા પલટા પાછળનું કારણ છે કે ઉનાળામાં ચોમાસાની ઋતુનો અનુભવ થયો હતો.
Advertisement